Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ઓલિમ્પિકની તૈયારીમાં જિમ્નેસ્ટ પિતાને મળ્યો છે ૧૧ મહિનાની દીકરીનો સાથ

લંડન તા. ૧૭ : ઇંગ્લેન્ડના એસેકસનો રહેવાસી ૨૭ વર્ષનો જિમ્નેસ્ટ મેકસ વ્હિટલોક વેઇટલિફિટંગની એકસરસાઇઝમાં તેની ૧૧ મહિનાની દીકરી વિલ્લોને ઉપાડે છે. ૨૦૧૬માં બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં યોજાયેલી ઓલિમ્પિકસમાં બે સુવર્ણચંદ્રક મેળવનારા મેકસ વ્હિટલોક ફિટનેસ જાળવવાની સાથે દીકરીને સાચવવા અને રમાડવાની ફરજ પણ નિભાવે છે.

હાલમાં તે આવતા જુલાઈ-ઓગસ્ટ મહિનામાં ટોકયોમાં યોજાનારી ઓલિમ્પિકસ માટે વેઇટલિફિટંગની એકસરસાઇઝ કરે છે. બાળકી વિલ્લો માટે તો જિમ્નેસ્ટિકસ લોહીમાં છે, કારણ કે તેની મમ્મી પણ જિમ્નેસ્ટ છે. મેકસ વ્હિટલોકે પોતાની ફિટનેસ મેન્યુઅલ વ્હિટલોક વર્કઆઉટ પણ પ્રકાશિત કરી છે.

મેકસ અને તેની ૨૮ વર્ષની પત્ની લીયાહ બાળપણનાં પ્રેમી છે. બન્ને ૧૨ વર્ષની આસપાસની ઉંમરે સાઉથ એસેકસ જિમ્નેસ્ટિકસ કલબમાં મળ્યાં હતાં. લીયાહે સ્પર્ધામાં ભાગ લેવાને બદલે કોચિંગ પર ધ્યાન આપવા માંડ્યું. વળી દીકરીના જન્મ પછી તે બધું કામકાજ છોડીને સંતાનના ઉછેરમાં સક્રિય રહે છે.

(3:42 pm IST)