Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

હિતોનો ટકરાવઃ કપિલ દેવ સામેનો તપાસ રિપોર્ટ બિનજરૂરી

કપિલે વિવિધ હોદા ઉપરથી રાજીનામુ આપી દેતા રિપોર્ટ અર્થહીન

નવીદિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડના એથિકસ ઓફિસર ડી.કે.જૈને કપિલ દેવ સામે કરવામાં આવેલી કોન્ફિલકટ ઓફ ઈન્ટરેસ્ટની ફરિયાદનો રિપોર્ટ બીસીસીઆઈને સુપરત કર્યો હતો. જોકે કપિલ દેવે વિવિધ ક્રિકેટિંગ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા આ રિપોર્ટ અર્થહીન પૂરવાર થયો છે.

આવતા એક મહિનામાં ડી.કે.જૈન સાથેનો બીસીસીઆઈનો કોન્ટ્રેકટ પૂરો થઈ જવાનો છે. કપિલ દેવ ઉપરાંત શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડ સામે પણ કાન્ફિલકટ ઓફ ઈન્ટરેસ્ટની ફરિયાદ કરવામાં આવી હતી. જોકે તેઓ પોતાના પદેથી રાજીનામું આપતાં આ રિપોર્ટ બિનજરૂરી હોવાનું કહેવામાં આવ્યું છે. એકસાથે અનેક જગ્યાએ ફરજ બજાવતા હોવાનો આરોપ મુકાતાં આ ત્રણેય હસ્તી પર કોન્ફિલકટ ઓફ ઈન્ટરેસ્ટનો આરોપ સંજીવ ગુપ્તા દ્વારા મૂકવામાં આવ્યો હતો.

(3:40 pm IST)