Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મારે જરૂરી એવા સુધારા કરવા હતા એના પર મેં કામ કરી લીધું: મયંક અગરવાલ

૨૧મીથી શરૂ થનાર પ્રથમ ટેસ્ટમાં મયંક ઓપનીંગ કરશે

હેમિલ્ટન : ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ૨૧ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આ ટેસ્ટ મેચ માટે મયંક અગરવાલે જોઈતા એરિયામાં સુધારા કરી લીધા હોવાનું કહ્યું છે. ટેસ્ટ મેચ પહેલાં ઇન્ડિયન્સ અને ન્યુઝીલેન્ડ ઇવેલન વચ્ચે ત્રણ દિવસની પ્રેકિટસ મેચ રમાઈ હતી. જે ડ્રો ગઈ હતી. આ પ્રેકિટસ-મેચની પહેલી ઈનિંગમાં કંઈ ન કરી શકનાર મયંકે બીજી ઈનિંગમાં ૮૧ રન બનાવ્યા હતા અને તે રિટાયર થયો હતો.

અગરવાલે પોતાની બેટિંગ વિશે વાત કરતાં કહ્યું કે 'અહીં રમવામાં બહુ ઝાઝો ફરક નથી, પણ બીજી બધી વાતોને બાજુએ મૂકીને હું આગળ વધવા માગું છું. હા પ્રેકિટસ મેચની બીજી ઇનિંગમાં મેં ૮૧ રન બનાવ્યા હતા અને એ જ કોન્ફિડન્સ લઈને હું ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચમાં ઊતરવા માગું છું. વિક્રમસર અને મેં સાથે બેસીને કયા એરિયા પર વધારે કામ કરવું એ વિશે પણ ચર્ચા કરી હતી. મેં તેમની સલાહ ઈમ્પ્રૂવ પણ કર્યું છે. પહેલી ઇનિંગમાં એક રને આઉટ થયા બાદ મેં નેટમાં જઈને ઘણી પ્રેકિટસ કરી હતી. બેટિંગ માટે જતાં પહેલાં આ એક જ એવી વાત છે જે કરી શકાય એમ છે અને હું ખુશ છું કે હું સુધારો કરી શકયો છું.'

(3:39 pm IST)