Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

વાઈટ બોલ ક્રિકેટમાં બટલર શ્રેષ્ઠ પ્લેયરમાંનો એકઃ મોર્ગન

ટોપ ઓર્ડરની સાથે નિચલા ક્રમના બેટસમેનોએ પણ જવાબદારી પૂર્વક બેટીંગ કરવી પડશે

હેમિલ્ટનઃ ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગનનું કહેવું છે કે જોસ બટલર વાઇટ બોલ ક્રિકેટનો બેસ્ટ પ્લેયરમાંનો એક છે. સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટીર૦ મેચ રમાઈ હતી. બટલર વિશે વાત કરતાં મોર્ગને કહ્યું હતું કે 'વાઇટ બોલ ગેમમાં જોસ અમારા માટે મહત્ત્વનો પ્લેયર છે. બટલર સહિત જેસન રોય અને જોની બેરસ્ટો અમાર ટોપ થ્રી પ્લેયર છે.'

ટીર૦ વર્લ કપને ધ્યાનમાં રાખીને શું બટલરની ટીમમાં પોઝિશન ચેન્જ કરાશે કે નહીં એ વિશે વાત કરતાં મોર્ગને કહયું કે 'અમારા માટે સારી વાત એ છે કે અમે ચેન્જ કરી શકીએ છીએ અને એને લીધે અમે પહેલાં કરતાં વધારે મજબૂત બની શકીએ છીએ. જોસ નંબર પાંચ તરીકે બેસ્ટ પ્લેયર છે, પણ તે ઓપનર તરીકે પણ અદ્ભુત છે. જો કયારેક તે પાંચમા નંબરે આવે અને એ જોઈએ એ પ્રમાણે રમી જાય તો લોકો કહેશે કે તેને ઓપનિંગ માટે મોકલવો જોઈએ. જોસ અમારા માટે એક સારો મેચ-ફિનિશર પણ છે. જોકે અમારે હજી  પ, ૬, ૭, ૮ માટે વધુ સારા થવાની જરૂર છે, કારણ કે માત્ર તેના પર આધાર ન રાખી શકાય. જો તે ટોપ ઓર્ડરમાં રમવા આવે તો અમે ૧૦ ઓવરમાં જ ગેમ જીતી જઈએ.'

(3:39 pm IST)