Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે ડે-નાઈટ ટેસ્ટ રમશે ભારત

આ વર્ષના અંતે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ કરશે ત્યારે મેચ રમાશેઃ ગાંગુલી : ઓસ્ટ્રેલિયા સામેની ડે-નાઈટ ટેસ્ટ માટે ઈન્ડિયાનું એડહોક ફન્ડ થયું પાસ

નવી દિલ્હી :  ઈન્ડિયા અને બંગલા દેશ વચ્ચે ગયા વર્ષે નવેમ્બરમાં કલકત્તામાં પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાઈ હતી. ત્યાર બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતની ટીમ  સાથે ડે-નાઈટ ટેસ્ટ રમવાની વિનંતી કરી હતી. જેને વિરાટ કોહલી અને અન્ય અધિકારીઓએ સ્વીકારી હતી. આ સંદર્ભે  યોજાયેલી ભારતીય ક્રિકેટ બોર્ડની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બન્ને ટીમ વચ્ચે વર્ષના અંતે ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે.

ટીમ ઇન્ડિયા જયારે વર્ષના અંતે ઓસ્ટ્રેલિયા જશે ત્યારે આ મેચનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડિયન ક્રિકેટર્સ અસોસિએશને એડહોક ધોરણે બે કરોડ રૂપિયાનું ભંડોળ આપવાનો નિર્ણય લીધો છે. આ વિશે ગાંગુલીએ કહ્યું હતું કે 'ડે-નાઈટ ટેરટ રમાશે અને એની પબ્લિક જાહેરાત બહુ જલદી કરવામાં આવશે. ઇંગ્લેન્ડ સામે આવતા વર્ષે રમીશું અને ઓસ્ટ્રેલિયા સામે પણ રમીશું.'

(3:39 pm IST)