Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ટેસ્ટ બાદ ટી૨૦માં પણ ઈંગ્લેન્ડનો દબદબો

સાઉથ આફ્રિકા ૨૨૨/૬: ઈંગ્લેન્ડ ૨૨૬/૫ : સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી૨૦ જીતીને સિરીઝ પર કબજોઃ વન-ડે સિરીઝમાં પણ ટાઈ કરી હતી

સેન્ચુરિયનઃ ઈગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવેલી છેલ્લી ટીર૦ મેચ ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની સાઉથ આફ્રિકા ટૂર પણ આ મેચ સાથે પૂરી થઈ હતી. આ મેચમાં જબરદસ્ત ફટકાબાજી કરનારા ઓઈન મોર્ગનને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

સાઉથ આફ્રિકાએ પહેલાં ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો અને ર૦ ઓવરમાં ૬ વિકેટે રરર રન બનાવા હતા. હેનરિચ કલાસેએ સૌથી વધુ ૬૬ રન બનાવ્યા હતા. ટેમ્બા બવુમા એક રનથી હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો અને આદિલ રાશિદનો શિકાર બન્યો હતો. ડી કોક ૩૫ રન બનાવીને આઉટ થયો હતો. ટોમ કરેન અને બેન સ્ટોકને બે-બે વિકેટ મળી હતી.

ઇંગ્લેન્ડની ટીમે પહેલી વિકેટ ૧૫ રનમાં જ ગુમાવી દીધી હતી, પણ બીજી વિકેટ માટે જોસ બટલર અને જોની બેરસ્ટોએ ૯૧ રનની પાર્ટનરશિપ કરીને ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો. બેરરટોએ સૌથી વધુ ૬૬ રન કર્યા હતા. કેપ્ટન ઓઇન મોર્ગને જબરદસ્ત ફટકાબાજી કરીને બાવીસ બોલમાં ૭ છગ્ગા ફટકારી નોટઆઉટ ૫૭ રન બનાવ્યા હતા. લુન્ગી નગીડીએ સૌથી વધારે બે વિકેટ લીધી હતી.

(3:38 pm IST)