Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

વિન્ટર ઓલમ્પિકમાં ભારતીય જગદીશ સિંઘ 103માં ક્રમે

નવી દિલ્હી: સાઉથ કોરિયાના પ્યોંગચાંગ ખાતે ચાલી રહેલા વિન્ટર ઓલિમ્પિકમાં ભારતનો જગદીશ સિંઘે૧૫ કિલોમીટરની ફ્રિસ્ટાઈલ ક્રોસ-કન્ટ્રી રેસમાં ૧૧૯ સ્પર્ધકોમાં ૧૦૩ મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે પ્યોંગચાંગ ઓલિમ્પિકમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. ૧૨૫ કરોડની જનસંખ્યા ધરાવતા ભારતે માત્ર બે જ સભ્યોની ટીમ વિન્ટર ઓલિમ્પિકમાં મોકલી હતી, જેમાં વેટરન ખેલાડી શિવા કેશવન લુગ ઈવેન્ટમાં ૪૦ સ્પર્ધકોમાં ૩૪માં ક્રમે રહ્યો હતો. પ્યોંગચાંગના અલ્પેન્સીયા ક્રોસ-કન્ટ્રી સેન્ટર ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભારતના ૨૬ વર્ષીય સ્પર્ધક જગદીશ સિંઘે ૪૩.૦૩ મિનિટના સમય સાથે ૧૦૩મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે તેની ઈવેન્ટમાં સ્વિત્ઝર્લેન્ડના ડારીયો કોલોગ્ના એ સતત ત્રીજી વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેણે ૩૩ મિનિટ અને ૪૩.૯ સેકન્ડનો સમય આપ્યો હતો. ભારતના જગદીશન અને ગોલ્ડમેડાલીસ્ટ કોલોગ્ના વચ્ચે ૯ મિનિટ અને ૧૬.૪ સેકન્ડનું અંતર હતુ. નોર્વેના સિમેન ક્રુગેરને ૩૪ મિનિટ અને ૦૨.૨ સેકન્ડના સમય સાથે સિલ્વર અને રશિયાના ઓલિમ્પિક એથ્લીટ ડેનીસ સ્પીટ્સોવને ૩૪ મિનિટ અને ૬.૨ સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

 

 

(5:04 pm IST)