Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

દ્વિપક્ષીય સિરીઝમાં ૫૦૦ કરતા વધુ રન બનાવનાર પહેલો ખેલાડી બન્યો કોહલી

વિરાટ કોહલી એક પછી એક નવા રેકોર્ડ બનાવતો જાય છે. ગઈકાલે સેન્ચુરિયનમાં રમાતી છઠ્ઠી અને છેલ્લી મેચમાં તે કોઈ દ્વિપક્ષી સીરીઝમાં ૫૦૦ કરતા વધુ રન બનાવનાર પહેલો ખેલાડી બન્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ૨૦૧૩-'૧૪ની સીરીઝમાં ૪૯૧ રન બનાવવાના રોતિ શર્માના રેકોર્ડને પણ તોડ્યો હતો. ગઈકાલે તેણે ૫૬ રન કરતા તે એક કેપ્ટન તરીકે દ્વિપક્ષી સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બન્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન જયોર્જ બેઈલીએ ૨૦૧૩-૧૪ દરમિયાન છ મેચોની સીરીઝમાં બનાવેલા ૪૭૮ રનના રેકોર્ડને પણ તોડ્યો હતો. ત્યારબાદ સૌથી વધુ રન કરવાના બે રેકોર્ડ એ.બી. ડિવિલિયર્સના નામ પર છે. તેણે ૨૦૧૨-૧૩માં પાકિસ્તાન સામે ૩૬૭ રન અને ભારત સામે ૨૦૧૫-૧૬માં ૩૫૮ રન બનાવ્યા હતા. ત્યારબાદ ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને પાકિસ્તાન સામે ૨૦૧૪-૧૫માં ૩૪૬ રન કર્યા હતા.

(11:43 am IST)