Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સેન્ટ્રલ કોન્ટ્રેકટમાંથી નામ કાઢતા પહેલાં ક્રિકેટ બોર્ડે ધોનીને એ વિશે આપી હતી માહિતી

મુંબઈઃ ઈન્ડિયન ક્રિકેટ બોર્ડ દ્વારા લિસ્ટની જાહેરાત પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીને સેન્ટ્રલ કોન્ટ્રેકટમાંથી કાઢી નાખવામાં આવી રહ્યો હોવાની માહિતી આપી હતી. ઓછામાં ઓછી ત્રણ ટી૨૦ મેચ ધોની રમે તો જ તેને કોન્ટ્રેકટના આધારે પ્લેયર્સને જે રકમ ચૂકવવામાં આવે  એટલી રકમ તેને પણ આપવામાં આવશે. સેન્ટ્રલ કોન્ટ્રેકટ માટે પણ ઓછામાં ઓછી ત્રણ ટી ૨૦ મેચ રમવી જરૂરી છે અને ધોની છેલ્લા છ મહિનામાં એક પણ મેચ નથી રમ્યો.

(4:13 pm IST)