Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઝારખંડની રણજી ટીમ સાથે ટ્રેઈનિંગ કરતો ધોની

ઈન્ડિયન ક્રિકેટ બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રેકટમાંથી મહેન્દ્ર સિંહ ધોનીનું નામ કાઢી નાખ્યું ત્યાં તે ઝારખંડની રણજી ટીમ સાથે રાંચીમાં ટ્રેઈનિંગ કરતો જોવા મળ્યો હતો. તેના ભવિષ્યને લઈને લોકો ટેન્શન લઈ રહ્યા છે ત્યારે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે તૈયારી કરી રહ્યો છે. રણજીના એકપણ પ્લેયરને ખ્યાલ નહોતો કે ધોની તેમની સાથે ટ્રેઈનિંગ કરવા માટે આવશે એન તેની સરપ્રાઈઝથી તેઓ ખુશ પણ થઈ ગયા હતા. તેમનું માનવું છે કે ધોની તેમની સાથે રોજ પ્રેકિટસ કરે એ દરેક પ્લેયર માટે પ્રેરણારૂપ બની શકે છે.

(3:44 pm IST)