Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઋષભ પંતે ગર્લફ્રેન્ડ સાથેનો ફોટો શેર કરીને મચાવી હલચલ

યુવતીનુ નામ ઈશા નેગી છે અને તે ઈન્ટિરિયર ડિઝાઈનર છે

મુંબઈ :ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝમાં ધુંઆધાર બેટિંગ કરનાર ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર ઋષભ પંતે સોશ્યલ મીડિયા પર યુવતી સાથે પોતાનો ફોટો શેર કરીને હલચલ મચાવી છે.

એવુ મનાય છે કે તસવીરમાં તેની સાથે દેખાતી યુવતી તેની ગર્લફ્રેન્ડ છે. આ યુવતી સાથે ઋષભ પંત પ્રેમમાં છે. યુવતીનુ નામ ઈશા નેગી છે અને તે ઈન્ટિરિયર ડિઝાઈનર છે.

ઈશાએ પોતાના એકાઉન્ટ પરથી આ જ ફોટો શેર કરીને લખ્યુ છે કે માય મેન, માય સોલમેટ, માય બેસ્ટ ફ્રેન્ડ, લવ ઓફ માય લાઈફ

જ્યારે ઋષભે ફોટો સાથેની કેપ્શનમાં લખ્યુ છે કે જસ્ટ વોન્ટ ટુ મેક યુ હેપી બીકોઝ યુ આર ધ રિઝન આઈ એમ સો હેપી.

(9:55 pm IST)