Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઓસ્ટ્રેલિયન ઓપન :કેર્બર, વોઝનીઆકી અને સ્ટેફન્સની આગેકૂચ : બેર્ટેન્સ બહાર ફેંકાઈ

ઓસ્ટ્રેલિયન ઓપન વિમેન્સ સિંગલ્સમાં બીજો સીડ ધરાવતી જર્મનીની કેર્બરે બ્રાઝિલની ક્વોલિફાયર હાદાદ માઈયાને ૬-૨, ૬-૩થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે ત્રીજા રાઉન્ડમાં તેની ટક્કર ઓસ્ટ્રેલિયન ક્વોલિફાયર બિરેલ સામે થવાની છે. પાંચમો સીડ ધરાવતી અમેરિકન ખેલાડી સ્ટેફન્સે સતત બીજી જીત મેળવતા હંગેરીની ટિમેયા બાબોસ સામે આસાનીથી ૬-૩, ૬-૧થી વિજય પ્રાપ્ત કર્યો હતો.

   યજમાન દેશની એશ્લી બાર્ટીએ ચીનની વાંગ યોંગને ૬-૨ ,૬-૩થી મહાત કરતા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશનારા ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું હતુ. રશિયાની બિનક્રમાંકિત ખેલાડી પાવ્લીચેન્કોવાએ અપસેટ સર્જતા નવમો સીડ ધરાવતી નેધરલેન્ડની કિકિ બેર્ટેન્સને ૩-૬, ૬-૩, ૬-૩થી પરાજીત કરી હતી. બેર્ટન્સ એક કલાક અને ૪૮ મિનિટના મુકાબલા બાદ વિજેતા બની હતી.

  ઓસ્ટ્રેલિયન ઓપન અગાઉ સીડની ઈન્ટરનેશનલ ટાઈટલ જીતનારી ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવાએ રોમાનિયાની બેગ્યુને ૬-૧,૬-૩થી બીજા રાઉન્ડમાં મહાત કરી હતી.

  ત્રીજો સીડ ધરાવતી ડિફેન્ડિંગ ચેમ્પિયન વોઝનીઆકી પણ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી છે. તેણે સ્વિડનની લાર્સનને એક કલાક અને છ મિનિટમાં ૬-૧, ૬-૩થી પરાજય આપ્યો હતો. ૩૦માં સીડેડ પ્લેયર તરીકે રમી રહેલી રશિયાની મારિયા શારાપોવાએ સ્વિડનની પેટરસન સામે ૬-૨, ૬-૧થી જીત હાંસલ કરતાં આગેકૂચ કરી હતી. બેલારુસની સાસ્નોવિચે ઈસ્ટોનિયાની કોન્ટાવેઈટને ૬-૩, ૬-૩થી અને ફ્રાન્સના કારોલીના ગાર્સીયાએ ઓસ્ટ્રેલિયાની હિવેસને ૬-૩,૬-૩થી પરાસ્ત કરી હતી.

 

(9:23 pm IST)