Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભારતીય મેન્સ ડબલ્સનો પડકાર સમાપ્ત

ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સમાં ભારતીય પડકાર પહેલા દિવસે જ સમાપ્ત થઈ ગયો, જયારે ત્રણેય જોડી પહેલા રાઉન્ડમાં જ હારી ગઈ હતી. ભારતીય જોડી રોહન બોપન્ના અને દિવિજ શરનની જોડીને સ્પેનના પાબ્લો કારેનો બસ્તા અને ગુલીરેમો ગાર્સીયા - લોપેઝે ૪-૬, ૪-૧, ૫-૭થી હરાવી હતી. તાતા ઓપન મહારાષ્ટ્ર જીત્યા બાદ આ ભારતીય જોડીની પહેલા રાઉન્ડમાં આ સતત બીજી હાર છે. ગયા સપ્તાહમાં સીડની ઈન્ટરનેશનલમાં હારી ગયા હતા.  પોતાની ૨૪મી ઓસ્ટ્રેલિયન ઓપન રમનાર લિએન્ડર પેસ અને મિગુલ એન્જલ રેયેસ - વારેલાની જોડીને અમેરીકાના આસ્ટીન ક્રાઈઝેક અને ન્યુઝીલેન્ડના અર્ટેમ સિટાકની જોડીએ ૫-૭, ૬-૭થી હરાવી હતી. આ ઉપરાંત જીવન નેન્દુચેઝીયાન અને નિકોલસ મુનરોની જોડીને કેવીન કે અને નિકોલા મેકિટચે ૬-૭, ૬-૭થી હરાવી હતી.

(4:04 pm IST)