Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

લારેસ પુરસ્કારમાં ટેનિસના દિગ્ગ્જ ખેલાડી ફેડરરને મળ્યા બે નોમિનેશન

નવી દિલ્હી: ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરરને 2018 લારેસ પુરસ્કારની બે ક્ષેણીમાં નોમિનેશન મળ્યું છે.પુરસ્કાર 27 ફેબ્રુઆરીને આપવામ આવશે.  રમતોના ઓસ્કાર પુરસ્કાર કહેવાતા સન્માન માટે ખેલાડીઓની પસંદગી વિશ્વભરના રમત-જગતના  પત્રકારો દ્વારા થાય છે.

ઘૂંટણની ઇજાથી સજા થઈને મેદાનમાં પાછા ફરેલા ફેડરર માટે સારા સમાચાર છે. લૉરેંસમાં ફેડરરનું નામ સર્વશ્રેષ્ઠ ખેલાડી તથા વર્ષમાં કોર્ટમાં પાછા ફરનાર ખેલાડીઓની યાદમાં આવ્યું છે. જોકે ફેડરર ખિતાબ ચાર વખત પોતાના નામે કરી ચુક્યો છે અને ખિતાબ તેના નામ પર થઇ જશે તો તો તે વિશ્વમાં સૌથી વધુ લૉરેંસ પુરસ્કાર જીતનાર ખેલાડી બની જશે.

વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીના પુરસ્કારની હરોળમાં ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ સામેલ છે. તેમની ટીમ રિયલ મેડ્રિડને પણ સ્વરશ્રેષ્ઠ ટીમના વર્ગમાં સામેલ થઇ છે.

(4:54 pm IST)