Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

અલોહા રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ રનર્સ અપ બની શ્રેયા મહેતા

રાજકોટ તા. ૧૭ : તાજેતરમાં અલોહા દ્વારા અલોહા મેન્ટલ એસ્થિમેટીક વર્ષ-ર૦૧૭ ની રાષ્ટ્રીય સ્પર્ધા ચેન્નાઇ ખાતે યોજાયેલી હતી અને તેમાં દેશભરમાંથી બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શ્રેયા રૂપેશભાઇ મહેતાએ ઉત્સાહભેર ભાગ લઇ પ્રથમ રનર્સ-અપ બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અલોહા મેન્ટલ એરિથમેટીક નેશનલ સ્પર્ધામાં બાળકોએ ફકત પાંચ મિનિટમાં જ ૭૦ દાખલા અને તે પણ કોઇપણ પ્રકારની પુરક સાધનો જેવા કે,કેલ્યુકેલટર કે કોપ્યુટર વગર ગણવાના હોય છે. આ પરીક્ષા બાળકોને પોતાની માનસિક ક્ષમતા પુરવાર કરવાની તક મળે છે. ફકત ૧૦ વર્ષની જ ચિ.શ્રેયા રૂપેશભાઇ મહેતાએ પ્રથમ રનર્સ- અપ બની અલોહા-રૈયા રોડ સેન્ટર, મહેતા પરિવાર સાથે સમગ્ર જૈન સમાજનું ગૌરવ વધારેલ છે. તેણીને શુભેચ્છકો મો. ૯૮૭૯પ ૩૬૯પ૭ તરફથી  ઉપર અભિનંદનની વર્ષા થઇ રહીછે.

(4:12 pm IST)