Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ICC એ 2022 મહિલા વર્લ્ડ કપ માટે શેડ્યૂલ કર્યું જાહેર

નવી દિલ્હી: ICC એ આવતા વર્ષે ન્યુઝીલેન્ડમાં યોજાનાર મહિલા ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વર્લ્ડ કપ 4 માર્ચ 2022થી શરૂ થશે. પ્રથમ મેચ બે ઓવલ ખાતે યજમાન ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. આ પછી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 માર્ચે હેમિલ્ટનના સેડન પાર્કમાં મેચ રમાશે. બીજા દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. 31 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ 31 મેચો રમાશે. આ વર્લ્ડ કપમાં આઠ ટીમો ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત અને દક્ષિણ આફ્રિકાએ 2017 થી 2020 દરમિયાન ICC મહિલા ચેમ્પિયનશિપમાં તેમની સ્થિતિના આધારે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડને યજમાન બન્યા બાદ ઓટોમેટિક ક્વોલિફિકેશન મળ્યું છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ODI ટીમ રેન્કિંગના આધારે આ વર્લ્ડ કપમાં ક્વોલિફાય કર્યું છે.

(4:24 pm IST)