Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ડિવીલીયર્સ, સ્મિથ, બાન્ચર સહિતના ખેલાડીઓ દોષીત

રંગભેદનો મામલો

નવી દિલ્હીઃ ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) અને એબી ડી વિલિયર્સ અને ગ્રીમ સ્મિથ જેવા ભૂતપૂર્વ ખેલાડીઓને સોશિયલ જસ્ટિસ એન્ડ નેશન બિલ્ડીંગ કમિશન દ્વારા ખેલાડીઓ વિરુદ્ધ પૂર્વગ્રહયુકત વર્તન બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ ઘટનાક્રમથી દેશના ક્રિકેટમાં એક નવું તોફાન આવવાની સંભાવના છે.  કમિશનના વડા ડુમિસા એનએ ૨૩૫ પાનાના અંતિમ અહેવાલમાં CSA વહીવટીતંત્ર, ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન નિર્દેશક ગ્રીમ સ્મિથ, મુખ્ય કોચ માર્ક બાઉચર અને ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સને અશ્વેત ખેલાડીઓ સામે પૂર્વગ્રહયુકત વર્તન માટે દોષી ઠેરવ્યા હતા.  દક્ષિણ આફ્રિકાના ફેવરિટ ક્રિકેટરોમાંથી એક ડી વિલિયર્સે આ આરોપોને નકારી કાઢ્યા છે.

(2:57 pm IST)