Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રેસ્ટોરન્ટમાં પોઝીટીવ વ્યકિત સાથે સંપર્કમાં આવતા પેટ કમિન્સ બીજા ટેસ્ટમાંથી બહાર

ઓસ્ટ્રેલીયાને ફટકોઃ જો કે તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો

નવી દિલ્હીઃ કોવિડ-૧૯ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવવાને કારણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને એશિઝ સિરીઝની બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે.ટેસ્ટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.  ટીમના કેપ્ટન પેટ કમિન્સને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે.  કોવિડ-૧૯ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવવા બદલ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક સત્તાવાર નિવેદનમાં લખ્યું, કમિન્સ   એક રેસ્ટોરન્ટમાં ડિનર કરી રહ્યો હતો.  તેણે કોઈ સુરક્ષા પ્રોટોકોલ તોડ્યો નથી. પરિસ્થિતિથી વાકેફ થતાંની સાથે જ તેને અલગ કરી દેવામાં આવ્યો હતો.  કમિન્સનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તે નેગેટિવ આવ્યો છે.  કમિન્સ કોવિડ-૧૯ પોઝિટિવ વ્યક્તિના નજીકના સંપર્કમાં હતા.  તેમના માટે ૭ દિવસ માટે અલગ રહેવું ફરજિયાત છે.  આથી તે આજથી એડિલેડમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટમાં રમી શકશે નહીં.  કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ટીમનું નેતૃત્વ કરશે.
  આ સાથે જ પેટની જગ્યાએ માઈકલ નેસરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.  નેસર માટે આ -થમ ટેસ્ટ મેચ હશે.  તે જ સમયે, ટ્રેવિસ હેડ ટીમના ઉંપ-કેપ્ટન હશે.  મિશેલ સ્ટાર્ક અને નાથન લિયોન પણ પેટકમિન્સ સાથે એક જ રેસ્ટોરન્ટમાં રાત્રિભોજન કરી રહ્યા હતા, પરંતુ અલગ-અલગ ટેબલ પર બેસવાને કારણે બંને ખેલાડીઓ કોવિડ-૧૯ પોઝિટિવના સંપર્કમાં આવ્યા ન હતા.  આ બંને ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં જાળવી રાખવામાં આવ્યા છે.

 

(11:16 am IST)