Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

બિગ બી સાથે રંગ જમાવશે ભજ્જી અને પઠાણ

'કૌન બનેગા કરોડપતિ ૧૩'નો સીઝન ફિનાલે ૧૭ ડિસેમ્બરે

મુંબઇ,તા. ૧૬: અમિતાભ બચ્ચનના કિવઝ શો 'કૌન બનેગા કરોડપતિ ૧૩'ના સીઝન ફિનાલેમાં ઇન્ડિયન ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અને ઇરફાન પઠાણ હાજરી આપશે. ફિનાલે વીકનું જોરદાર સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ માટે સૌથી પહેલાં આયુષ્માન ખુરાના અને વાણી કપૂર તેમના ડિરેકટર અભિષેક કપૂર સાથે હાજરી આપશે. ત્યાર બાદ 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'નો હોસ્ટ મનીષ પોલ હોસ્ટ સીટ પર જોવા મળશે. ત્યાર બાદ બાદશાહ અને નેહા કક્કડ તેમ જ નીના ગુપ્તા અને ગજરાજ રાવ હાજરી આપશે. આ ૧૩મી સીઝનના છેલ્લા એપિસોડમાં હરભજન અને ઇરફાનને સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા છે. આ એપિસોડ ૧૭ ડિસેમ્બરે રજૂ કરવામાં આવશે.

(10:05 am IST)