Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

પર્થ ટેસ્ટ મેચ : ઓસ્ટ્રેલિયની ભારત પર ૧૭૫ રનની લીડ

ઓસ્ટ્રેલિયાની હજુ પણ છ વિકેટ હાથમાં છે : કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક સદી કરી : ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૩૨૬ રનની સામે ભારત ૨૮૩ રન કરીને આઉટ

પર્થ, તા.૧૬ : પર્થ ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે મેચ અતિ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ હતી. આજે ત્રીજા દિવસે ભારતીય ટીમ તેના પ્રથમ દાવમાં ૨૮૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સના આધારે લીડ મેળવી લીધા બાદ આજે બીજા દિવસે કંગાળ બેટિંગ કરી હોવા છતાં ભારત ઉપર મોટી લીડ મેળવી લીધી હતી. રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને ૧૩૨ રન કર્યા હતા. કેપ્ટન ટીમ પેની આઠ રન અને ખ્વાજા ૪૧ રન સાથે રમતમાં હતા. ફિન્ચ રિટાયર્ડ હર્ટ થતાં ઓસ્ટ્રેલિયન છાવણીમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. તે આવતીકાલે બેટિંગ કરી શકશે કે કેમ તેને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. આજે ત્રીજા દિવસે વિરાટ કોહલીએ ૧૩ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૧૨૩ રન કર્યા હતા. તે એક પછી એક રેકોર્ડ કરી રહ્યો છે. રહાણે ગઇકાલના સ્કોર ઉપર જ આઉટ થયો હતો. લિયોને ૬૭ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ આવતીકાલે કયા પ્રકારથી બેટિંગ કરે છે તેના ઉપર હવે મુખ્ય આધાર રહેશે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૩૨૬ રન ઓલઆઉટના જવાબમાં ભારતે આજે ગઇકાલના તેના પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૭૨ રનથી આગળ રમતા તમામ વિકેટો ૨૮૩ રનમાં ગુમાવી દીધી હતી. આની સાથે જ ભારતીય ટીમ પર યજમાન ટીમે ઉપયોગી લીડ મેળવી લીધી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ આજે સદી પુરી કરી હતી. ગઇકાલે તે નવ ચોગ્ગા સાથે ૮૨ રન સાથે રમતમાં હતો અને ધારણા મુજબ જ કોહલીએ આજે તેની સદી પુરી કરી હતી.  પર્થ ટેસ્ટમાં ઉમેશ યાદવ અને હનુમાન વિહારીને તક અપાઈ હતી. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ  જીતીને  પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી. ભારતીય ટીમે હવે યજમાન ઓસ્ટ્રેલિયા પર ૧-૦ની લીડ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૫  ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવીછે.પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ યજમાન ઓસ્ટ્રેલિયા પર વધારે દબાણ આવી ગયુ છે.  પૂર્વ સ્ટાર ખેલાડી રિકી પોન્ટિંગ કહી ચુક્યો છે કે  ઓસ્ટ્રેલિયાની તક રહેલી છે. મેચ ઉપર ચાહકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

વિરાટની વિરાટ બેટિંગ

પર્થ, તા.૧૬ : પર્થ ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે મેચ અતિ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ હતી. આજે ત્રીજા દિવસે ભારતીય ટીમ તેના પ્રથમ દાવમાં ૨૮૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી.  વિરાટ કોહલીની બેટિંગ નીચે મુજબ રહી હતી.

વિરાટ કોહલી

રન.............................................................. ૧૨૩

બોલ............................................................ ૨૫૭

ચોગ્ગા............................................................ ૧૩

છગ્ગા............................................................. ૦૧

સ્ટ્રાઈક રેટ............................................... ૪૭.૮૫

સ્કોરબોર્ડ : પર્થ ટેસ્ટ

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : ૩૨૬

ભારત પ્રથમ દાવ :

કેએલ રાહુલ

બો.હેજલવુડ

૦૨

વિજય

બો.સ્ટાર્ક

૦૦

પૂજારા

કો.પેન બો.સ્ટાર્ક

૨૪

કોહલી

કો. હેન્ડ્સકોંબ બો. કમિન્સ

૧૨૩

રહાણે

કો. પેની બો. લિયોન

૫૧

વિહારી

કો. પેની બો. હેઝલવુડ

૨૦

પંત

કો. સ્ટાર્ક બો. લિયોન

૨૭

સામી

કો. પૈની બો. લિયોન

૦૦

ઇશાંત

કો. એન્ડ બો. લિયોન

૦૧

ઉમેશ

અણનમ

૦૪

બુમરાહ

કો. ખ્વાજા બો. લિયોન

૦૪

વધારાના

 

૧૮

કુલ

(૧૦૫.૫ ઓવરમાં આઉટ)

૨૮૩

પતન  : ૧-૬, ૨-૮, ૩-૮૨, ૪-૧૭૩, ૫-૨૨૩, ૬-૨૫૧, ૭-૨૫૨, ૮-૨૫૪, ૯-૨૭૯, ૧૦-૨૮૩.

બોલિંગ : સ્ટાર્ક : ૨૪-૪-૭૯-૨, હેજલવુડ : ૨૧-૮-૬૬-૨, કમીન્સ : ૨૬-૪-૬૦-૧, લિયોન : ૩૪.૫-૭-૬૭-૫.

ઓસ્ટ્રેલિયા બીજો દાવ :

હેરિસ

બો. બુમરાહ

૨૦

ફિન્ચ

રિટાયર્ડ હર્ટ

૨૫

ખ્વાજા

અણનમ

૪૧

માર્શ

કો. પંત બો. સામી

૦૫

હેન્ડ્સકોંબ

એલબી બો. ઇશાંત

૧૩

હેડ

કો. ઇશાંત બો. સામી

૧૬

પેની

અણનમ

૦૮

વધારાના

 

૦૧

કુલ

(૪૮ ઓવરમાં ૪ વિકેટે)

૧૩૨

પતન  : ૧-૫૯, ૨-૬૪, ૩-૮૫, ૪-૧૨૦.

બોલિંગ : ઇશાંત : ૯-૦-૩૩-૧, બુમરાહ : ૧૩-૫-૨૫-૧, સામી : ૧૦-૩-૨૩-૨, ઉમેશ : ૮-૦-૩૯-૦, વિહારી : ૮-૧-૧૧-૦.

(8:42 pm IST)