Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

બીજી ટેસ્ટ મેચની સાથે સાથે

પર્થ, તા.૧૬ : પર્થ ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે મેચ અતિ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ હતી. આજે ત્રીજા દિવસે ભારતીય ટીમ તેના પ્રથમ દાવમાં ૨૮૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સના આધારે લીડ મેળવી લીધા બાદ આજે બીજા દિવસે કંગાળ બેટિંગ કરી હોવા છતાં ભારત ઉપર મોટી લીડ મેળવી લીધી હતી. પર્થ ટેસ્ટની સાથે સાથે નીચે મુજબ છે.

*   પર્થ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર ૧૭૫ રનની લીડ મેળવી અને હજુ છ વિકેટ હાથમાં છે

*   પર્થ ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમત નિર્ણાયક બની રહેશે

*   રિટાયર્ડ હર્ટ થયેલો ફિન્ચ પાછી બેટિંગ કરી શકશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સ

*   ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૩૨૬ રન ઓલઆઉટના જવાબમાં ભારતીય ટીમ ૨૮૩ રન કરીને ઓલઆઉટ થઇ

*   ભારત તરફથી વિરાટ કોહલીએ ફરી એકવાર શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી

*   ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીનો દેખાવ હંમેશા ધરખમ રહ્યો છે

*   બીજા દિવસે અણનમ રહેલો રહાણે ૫૧ રન ઉપર જ આઉટ થયો

*   ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને ૬૭ રન આપી પાંચ વિકેટ ઝડપી

*   એડિલેડ ટેસ્ટમાં ભારતે જીત મેળવી હતી જેથી ટીમ ઇન્ડિયા ૧-૦ની લીડ ધરાવે છે

*   બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં કેટલા રન બને છે તેના ઉપર પરિણામ નક્કી થશે

*   આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને શુક્રવારે બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો

*   ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે વિહારી અને ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે

*   ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ નબળો રહ્યો છે પરંતુ વર્તમાન શ્રેણીમાં મજબૂત દેખાવ

(8:12 pm IST)