Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

આઇટીએફએ જોકોવિક અને હાલેપને કર્યા વર્લ્ડ ચેમ્પિયન જાહેર

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘે સર્બિયાના પુરુષ ખેલાડી નોવાક જોકોવિક તથા રોમાનિયાની મહિલા ખેલાડી સિમોના હાલેપને વર્લ્ડ ચેમ્પિયન જાહેર કર્યા છે. મળતી માહિતી અનુસાર બન્ને ખેલાડીઓને વર્ષ ગ્રેન્ડ સ્લેમ ખિતાબ જીત્યા અને વર્ષના અંત સુધી રેન્કિંગમાં ટોપ પર બની રહ્યાના કારણે નિર્ણય આઇટીએફ દ્વારા લેવામાં આવ્યો છે.

જોકોવિચે વર્ષે સર્જરી કર્યા પછી વિમ્બલ્ડન અને એમેરિકી ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો. તેને કહ્યું કે મને સફળતા મળતા હું ખુબ ગર્વ અનુભવું છું.

હાલેપે જૂનમાં ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો જે તેના કેરિયરનો પહેલો ગ્રેન્ડ સ્લેમ ખિતાબ છે. તેને પીઠમાં તકલીફના લીધે ડબ્લ્યુટીએ ફાઇનલ્સમાં નહીં રમી શકી. તેને કહ્યું કે રીતે સન્માન મળતા ખુબ ગર્વની વાત છે મને આગામી સીઝન માટે મહેનત કરવાની આવા સન્માનથી પ્રોત્સાહન મળે છે.

 

 

(5:06 pm IST)