Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ભારતીય બોલરોની ભૂલોથી ઓસ્ટ્રેલિયાએ શીખવા જેવું છે: એલેન બોર્ડર

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન એલેન બોર્ડરનું કહેવું  છે કે ભારતીય બોલરોએ ટેસ્ટ મેચના પહેલા દિવસે કરેલ 'થોડી શોર્ટ પીચ બોલ'નાખીને જે ભૂલ કરી છે તેનાથી ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોએ શીખવા જેવું છે. બોર્ડરે એક ઈન્ટર્વ્યૂહ દરમિયાન વાત કહી હતી કે બેટ્સમેનના બેટના કિનારેથી નીકળેલ બોલ જોતા ભારતને લાગ્યું હશે કે તે થોડું સારું કરી શકે છે. તેમને સારી બોલિંગ કરી પણ મને લાગે છે કે તેમને થોડી વધુ શર્ટ પીચ બોલ નાખી હતી.

(5:04 pm IST)