Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

સિંધુએ લગાવી જીતની હેટ-ટ્રીક

સમીર વર્મા પણ પહોંચ્યો વર્લ્ડ ટૂર ફાઈનલ્સની સેમીમાં

ભારતીય બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ ચીનમાં ચાલતી બીડબલ્યુએફ વર્લ્ડ ટૂર ફાઈનલ્સમાં સતત ત્રીજી જીત સાથે સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તો આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ભાગ લેનાર સમીર વર્મા પણ સેમી ફાઈનલમાં પહોંચ્યો છે. વર્ષની છેલ્લી ટુર્નામેન્ટ રમતી સિંધુએ વિશ્વમાં ૧૨મો ક્રમાંક ધરાવતી અમેરીકાની બેઈવન ઝાંગને ૨૧-૯, ૨૧-૧૫થી હરાવી હતી. ૨૪ વર્ષના સમીર વર્માએ થાઈલેન્ડના કેન્ટાફોન વાન્ગચારોને ૨૧-૯, ૨૧-૧૮થી હરાવ્યો હતો.(૩૭.૫)

(3:34 pm IST)