Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

વોર્નરની પત્નિ કેન્ડિસે તેના પતિના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો

સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી, આઉટ ઓફ ફોર્મ ખુબ જુનુ અને ધીમા, તમને અભિનંદન

દુબઇઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસ વોર્નરે તેના પતિના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે એવા ટીકાકારો પર કટાક્ષ કર્યો છે જેઓ વોર્નરના ખરાબ ફોર્મ પર સતત સવાલ ઉઠાવતા હતા.  ટી૨૦ વર્લ્ડ કપમાં વોર્નરને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.  વોર્નરને એવોર્ડ મળ્યા પછી, તેની પત્ની કેન્ડિસ વોર્નરે સોશિયલ મીડિયા પર એક સંદેશ લખ્યો અને વોર્નરના ટીકાકારોની મજાક ઉડાવતા દેખાઈ.

  તેણે સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) પર લખ્યું, આઉટ ઓફ ફોર્મ, ખૂબ જૂનું અને ધીમા, તમને અભિનંદન.  કેન્ડિસની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.  વોર્નરના ઘણા ભારતીય ચાહકોએ આ પોસ્ટ પર સકારાત્મક જવાબો આપ્યા હતા.  એક યુઝરે લખ્યું કે, વોર્નર ભાઈ તમે મારા ફેવરિટ ક્રિકેટર છો. 

 આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નર ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧માં બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા.  તેણે ૭ ઇનિંગ્સમાં ૪૮.૧૬ની એવરેજથી ૨૮૯ રન બનાવ્યા.  આ પહેલા તે આઈપીએલમાં કોઈ ખાસ અસર દેખાડી શક્યો ન હતો.  ભારતમાં રમાયેલી આઈપીએલના પ્રથમ ચરણમાં સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા તેને સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.  આ પછી તેને ટૂર્નામેન્ટના બીજા તબક્કા એટલે કે દુબઈમાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

(2:28 pm IST)