Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

આઇપીએલ ક્રિકેટની હરરાજી માટે આઠ ટીમો દ્વારા ૭૧ ખેલાડીઓ રિલીઝ

નવી દિલ્હીઃ આગામી મહિને યોજાનારી આઈપીએલની હરાજી પહેલા ક્રિસ લિન, ડેવિડ મિલર, જયદેવ ઉનડકટ અને ક્રિસ મોરિસ તે 71 ખેલાડીઓમાં સામેલ છે, જેને તેની સંબંધિત ફ્રેન્ચાઇઝીએ રિલીઝ કરી દીધા છે. ખેલાડીઓને રિલીઝ કરવા,  ટ્રેડિંગ અને જાળવી રાખવા માટે શુક્રવારે અંતિમ દિવસ હતો. કુલ 127 ખેલાડીઓને ટીમોએ પોતાની પાસે રાખ્યા છે, જેમાં 35 વિદેશી ક્રિકેટર પણ સામેલ છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પાસે 19 ડિસેમ્બરે યોજાનારી હરાજીમાં 42.70 કરોડ રૂપિયાની રકમ હશે જે તમામ આઠ ટીમોમાં સૌથી વધુ છે.

બીસીસીઆઈના નિવેદન અનુસાર, 'કિંગ્સ ઇલેવન પંજાબ પાસે હરાજી માટે સૌથી વધુ 'સેલેરી કેપ' ઉપલબ્ધ છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ પાસે સૌથી વધુ ખેલાડીઓની જગ્યા (12) ઉપલબ્ધ છે (જેમાં છ વિદેશી ખેલાડીઓની જગ્યા સામેલ છે.). અંતિમ સમય સીમા બાદ ચેન્નઈ સુપર કિંગ્સની પાસે સૌથી મોટી ટીમ (20 ખેલાડી) છે.'

 ટીમ

 બજેટ

 ખેલાડીઓની જગ્યા

 ચેન્નઈ સુપર કિંગ્સ

 14.60 કરોડ રૂ. 5

 (2 વિદેશી ખેલાડી સહિત)

 દિલ્હી કેપિટલ્સ

 27.85 કરોડ રૂ. 11

 (5વિદેશી ખેલાડી સહિત)

 કિંગ્સ ઇલેવન પંજાબ

 42.70 કરોડ રૂ. 9

 (4 વિદેશી ખેલાડી સહિત)

 કોલકત્તા નાઇટ રાઇડર્સ

 35.65 કરોડ રૂ. 11

 (4 વિદેશી ખેલાડી સહિત)

 મુંબઈ ઈન્ડિયન્સ

 13.05 કરોડ રૂ. 7

 (2 વિદેશી ખેલાડી સહિત)

 રાજસ્થાન રોયલ્સ

 28.90 કરોડ રૂ. 11

 (4 વિદેશી ખેલાડી સહિત)

 રોયલ ચેલેન્જર્સ બેંગલોર

 27.90 કરોડ રૂ. 12

 (6 વિદેશી ખેલાડી સહિત)

 સનરાઇઝર્સ હૈદરાબાદ

 17.00 કરોડ રૂ. 7

 (2 વિદેશી ખેલાડી સહિત)

બીસીસીઆઈ અનુસાર, 'આઠ ફ્રેન્ચાઇઝીમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (12)એ સૌથી વધુ ખેલાડીઓને રિલીઝ કર્યાં છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (5)એ પોતાની ટીમમાંથી સૌથી ઓછા ખેલાડીને બહાર કાઢ્યા છે.' રાજસ્થાન રોયલ્સે 11 ખેલાડીઓને સિરીઝ કર્યા છે અને જાહેરાત કરી કે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ટીમની આગેવાની કરશે.

(5:16 pm IST)