Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

આઈસીસી રેન્કિંગમાં કોહલી-બુમરાહનો દબદબો

નવી દિલ્હી:ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહે આઈસીસી વન-ડે રેકીંગમાં ક્રમશઃ બેટ્સમેન અને બોલરોની યાદીમાં પોતાનુ ટોચનુ સ્થાન યથાવત રાખ્યુ છે. કોહલી ૮૯૯ પોઈન્ટ સાથે ટોચ પર યથાવત છે, જ્યારે રોહિત શર્મા બીજા સ્થાને યથાવત છે. રોહિત શર્માના ઓપનિંગ જોડીદાર શિખર ધવન બેટ્સમેનોની યાદીમાં ટોપ-૧૦માં સામેલ એક અન્ય ભારતીય છે. તે યાદીમાં ૮માં ક્રમાંકે છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. જ્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ૨૦માં ક્રમાંકે છે. બોલરોની યાદીમાં બુમરાહ ૮૪૧ પોઈન્ટ સાથે ટોચના ક્રમાંકે યથાવત છે. કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને પણ ટોપ-૧૦માં સ્થાન મળ્યુ છે. કુલદીપ ત્રીજા સ્થાન પર યથાવત છે, તો ચહલને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે યાદીમાં પાંચમાં ક્રમાંકે પહોંચ્યો છે.

(3:53 pm IST)