Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પાકિસ્તાને ટી-20 વર્લ્ડ કપ માટે લોન્ચ કરી જર્સી

નવી દિલ્હી: 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની જર્સી લોન્ચ કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને જર્સી લોન્ચ કરી છે. PCB દ્વારા જારી કરાયેલી જર્સી પર યજમાન દેશ એટલે કે ભારતનું નામ પણ લખેલું છે. અગાઉ આવી અફવાઓ સામે આવી હતી કે પાકિસ્તાનની ટી 20 વર્લ્ડકપની જર્સીમાં માત્ર યુએઈનું નામ છે અને પડોશી દેશે યજમાન ભારતનું નામ લખ્યું નથી. પાકિસ્તાને વર્લ્ડકપમાં પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરે ભારત સામે રમવાની છે.

(6:18 pm IST)