Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ભારતીય ટીમ મેનેજમેન્ટ મોટા આઇસીસી આયોજનોમાં જીત પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્‍દ્રીત કરે, વિરાટ કોહલી આ દિશામાં ગંભીરતાપૂર્વક વિચારેઃ સૌરવ ગાંગુલી

કલકત્તા: બીસીસીઆઇના અધ્યક્ષ પદ સંભાળવા માટે તૈયાર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મંગળવારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લઇને મોટું નિવેદન આપ્યું છે. ગાંગુલીએ કહ્યું કે તે ઇચ્છે છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ આગામી સમયમાં મોટા આઇસીસી આયોજનોમાં જીત પ્રાપ્ત કરવા પર ધ્યાન કેંદ્વિત કરે. ગાંગુલીએ કહ્યું કે તે ઇચ્છે છે કે વિરાટ કોહલી આ દિશામાં ગંભીરતાપૂર્વક વિચારે.

મુંબઇમાં ઉમેદવારી દાખલ કર્યા બાદ કલકત્તા પહોંચેલા સૌરવ ગાંગુલીએ અહીં ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સંવાદદાતાઓને કહ્યું ''અમે આ મોટી ટૂર્નામેન્ટ્સ જીતવા પર ધ્યાન આપીશું. હું જાણુ છું કે આ લોકો દરેક ટૂર્નામેન્ટ જીતી શકતા નથી પરંતુ એ પણ સાચું છે કે આ લોકોએ ઘણી ટૂર્નામેન્ટમાં નિષ્ફળતા પણ મેળવી છે.''

સૌરવ ગાંગુલીએ કહ્યું કે આજની ટીમ તેમના સમયની ટીમ કરતાં વધુ સારી છે કારણ કે સમયની સાથે ટીમ માનસિક રીતે તાકતવર થઇ છે. બકૌલ સીએબી પ્રમુખ 'અત્યારે પ્રતિભાની કોઇ કમી નથી. અમે વર્લ્ડકપ સેમીફાઇનલમાં પહોંચ્યા પરંતુ ખિતાબ સુધી પહોંચી શક્યા નથી. વિરાટે આ દિશામાં ગંભીરતાપૂર્વક વિચારવું પડશે. અને આ કામ બોર્ડરૂમમાં ન થઇ શકે.

ભારતે પોતાના અંતિમ આસીસી ટૂર્નામેન્ટ મહેન્દ્વ સિંહ ધોનીની કેપ્ટનશિપમાં 2013માં જીતી હતી. ઇગ્લેંડમાં ભારતે 50 ઓવરની ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારત આ વર્ષે ઇગ્લેંડમાં આયોજિત આઇસીસી વર્લ્ડકપની સેમીફાઇનલમાં પહોચી અને હારી ગઇ.

(4:50 pm IST)