Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

કોહલી માટે ટીમ ઈન્ડિયા પહેલાં: અખ્તર

ભુલમાંથી સતત શીખતો રહે છે, બેટીંગ ઓર્ડરમાં કંઈ રીતે કમ્પોઝીશન કરવું એ પણ શીખી ગયો છે

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તાજેતરમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે અને તેને વિશ્વના સારા કેપ્ટનોમાંનો એક વર્ણવ્યો છે.

વિરાટનાં વખાણ કરતાં શોએબે કહ્યું હતું કે વર્લ્ડ કપ પછી કોહલી એક સારો કેપ્ટન સાબિત થઈ શકે છે. તેની ખાસિયતએ છે કે તે સતત પોતાની ભૂલમાંથી કશુંક શીખતો રહે છે. ઈન્ડિયન ટીમના બેટિંગ- ઓર્ડર સાથે કઈ રીતે કમ્પોઝિશન બનાવવું એ પણ તે શીખી ગયો છે. દુઃખની વાત એ છે કે તેની આસપાસ તેના જેવા મજબૂત કેપ્ટન નથી. મારા મતે કોહલી અને કેન વિલિયમસના સારા કેપ્ટનની યાદીમાં મોખરે છે. પાછલી ટેસ્ટ મેચમાં પણ જે અંદાજ સાથે તેણે ડબલ સેન્ચુરી ફટકારી હતી એ ખરેખર કાબિલ- એ- તારીફ હતી.'

(4:04 pm IST)