Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ઇંગ્લેન્ડની દિગ્ગજ મહિલા ક્રિકેટર જેની ગુને નિવૃત્તિ લીધી

પોતાની ૧૫ વર્ષની કારકિર્દીમાં તેમને ૨૫૯ આંતરરાષ્ટ્રીય મેચ રમી: ત્રણ વખત ટીમને વિશ્વ વિજેતા બનાવી

ઇંગ્લેન્ડની દિગ્ગજ મહિલા ક્રિકેટર જેની ગુને આંતરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી છે. જેની ગુન મહિલા ક્રિકેટના ઈતિહાસની ઔથી વધુ મેચ રમનારી બીજી ઈંગ્લીશ ખેલાડી છે. પોતાની ૧૫ વર્ષની કારકિર્દીમાં તેમને ૨૫૯ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જ્યારે તેમની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધી ત્રણ વખત પોતાની ટીમને વર્લ્ડ વિજેતા બનાવી છે. ૨૦૦૯ માં વનડે અને ટી-૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૭ માં વનડે વર્લ્ડ કપ વિજેતા ટીમની તે ભાગ રહી હતી. તેની સાથે પાંચ વખત એશીઝ સીરીઝની વિજયી ટીમની પણ ભાગ રહી છે.

  જેની ગુને ૨૦૦૪ માં સાઉથ આફ્રિકા સામે ૧૮ વર્ષની ઉમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. આ ઇંગ્લેન્ડની પ્રથમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ હતી. એટલું જ જેની ગુન ૧૦૦ ટી-૨૦ મેચ રમનારી મહિલા અને પુરુષ બંનેમાં દુનિયાની પ્રથમ ક્રિકેટર પણ હતી. તે ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સર્વાધિક વિકેટ લેનારી ઇંગ્લેન્ડની ત્રીજી અને વનડેમાં બીજી ખેલાડી છે.

  જેની ગુન એક સ્પોર્ટિંગ ફેમેલીથી સંબંધ રાખે છે. તેમના પિતા બ્રાયન નોટિંગહામ ફોરેસ્ટ ફૂટબોલ ક્લબના ભાગ હતા, જ્યારે તેમને ૧૯૮૦ માં યુરોપીયન કપ જીત્યો હતો. પોતાના પિતાના પગલે ચાલતા જેની ગુને પણ રમતની પસંદ કરી છે. ૧૧ ટેસ્ટ મેચમાં જેની ગુને ૩૯૧ રન અને ૨૯ વિકેટ લીધી છે. ૧૪૪ વનડે મેચમાં ૧૬૨૯ રન બનાવ્યા, જ્યારે ૧૩૬ વિકેટ લીધી હતી. જયારે ૧૦૪ ટી-૨૦ મેચમાં આ ઈંગ્લીશ ઓલરાઉન્ડરે ૬૮૨ રન બનાવ્યા હતા, જયારે ૭૫ વિકેટ લીધી હતી.

(11:35 am IST)