Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બ્રાયન લારા અને સચિન તેંડુલકર સંન્યાસ લીધા ફરી મેદાનમાં ઉતરશે : સિરીઝ રમશે

ભારતમાં યોજાનારી વર્લ્ડ રોડ સેફ્ટી સીરીઝમાં બંને એક સાથે જોવા મળશે.

 

મુંબઈ : ક્રિકેટ જગતમાં બે મહાન ખેલાડી બ્રાયન લારા અને સચિન તેંડુલકર સંન્યાસ લીધા બાદ ફરીથી સાથે રમશે. બંને ખેલાડીઓએ જે વિક્રમ સર્જયા છે. બંને ખેલાડી ક્રિકેટના મેદાનમાં પાછા ફરી રહ્યાં છે. તેઓ ભારતમાં યોજાનારી વર્લ્ડ રોડ સેફ્ટી સીરીઝમાં તેઓ સાથે જોવા મળશે.

સીરીઝમાં દુનિયાભરના પાંચ દેશના ખેલાડી રમશે. જેમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ભારતનો સમાવેશ થાય છે. ભારતની તરફથી સચિન તેંડુલકર સીરિઝમાં ઉતરશે.

આમ ભારતના ખેલાડી અને ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિનને ફરીથી મેદાનમાં ઉતરીને રન ફટકારતા જોવું લ્હાવો રહેશે. સચિન આજે પણ તેમના રેકોર્ડના લીધે ક્રિકેટપ્રેમીઓના દિલમાં છવાયેલા છે. રોડ સેફ્ટી સીરીઝ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માર્ગ અકસ્માત અંગે જાગૃતિને લઈને સીરીઝ યોજવામાં આવે છે

(12:55 am IST)
  • અખિલ ભારતીય હિંન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહ કોર્ટ સમક્ષ નકશો મુક્યોઃ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને નકશો ફાડી નાખ્યો access_time 12:40 pm IST

  • ડીસેમ્બર અથવા ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કે ખાતાઓની ફેરબદલી : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેન્દ્રીય કેબિનેટનું મોટાપાયે વિસ્તરણ અથવા તો ખાતાઓની ફેરબદલી થવાની ચર્ચાએ જોર પકડયુ છેઃ આ વર્ષના ડીસેમ્બર અથવા તો આવતા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે તેમ ન્યુઝ ફર્સ્ટના અહેવાલમાં જણાવાયુ છે access_time 4:21 pm IST

  • પાકિસ્તાનને રાહત ન મળીઃ FATFએ ફેબ્રુઆરી-૨૦ સુધી ટેરરીસ્તાનને ગ્રે લીસ્ટમાં નાખ્યુઃ સત્તાવાર જાહેરાત ૧૮મીએઃ પાકિસ્તાનને ત્રાસવાદી ફંડીંગ અને મની લોન્ડરીંગને સમાપ્ત કરવા વધુ પગલા લેવા આદેશ access_time 3:58 pm IST