Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

વર્લ્ડ રેન્કીંગમાં નિરજે ચોપડા દિગ્ગજોને પછાડયાઃ બીજા સ્થાને

નવી દિલ્હીઃ ભાલા ફેંકના ખેલાડીઓના વૈશ્વિક રેન્કિંગમાં નિરજ ચોપરા બીજા સ્થાને આાવી ગયો છે. ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જિત્યા બાદ બીજા ૧૪ ખેલાડીઓને પાછળ રાખીને નિરજે બીજો ક્રમ મેળવ્યો છે.

ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા નિરજની વૈશ્વિક રેન્કિંગ ૧૬ હતી. એ પછી નીરજે રેન્કિંગના મામલામાં દુનિયાના ઘણા દિગ્ગજોને પાછળ રાખી દીધા છે. નિરજ હવે વિશ્વ એથ્લેટિકસ રેન્કિંગમાં ૧૩૧૫ પોઈન્ટ સાથે બીજા સ્થાન છે. તેની આગળ જર્મનીનો જોહાંસ વેટર છે. જેના ૧૩૯૬ પોઈન્ટ છે. વેટર ૨૦૨૧માં સાત વખત ૯૦થી વધારે મીટર દુર ભાલો ફેંકી ચુકયો છે.

(3:24 pm IST)