Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ઓસ્ટ્રેલીયામાં ભારતીય મહિલા ટીમે પ્રેકટીસ શરૂ કરી દીધી

નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણેય ફોર્મેટમાં આવતા સપ્તાહે ઓસ્ટ્રેલિયા સામે શરૂ  સિરીઝને ધ્યાનમાં રાખીને તાલીમ શરૂ કરી દીધી છે.

  બીસીસીઆઇએ ટવીટ કરી કહયું કે સીરીઝને જોતા તૈયારી કરી રહ્યા છીએ.  ભારતીય મહિલા ટીમ ૨૧, ૨૪ અને ૨૬ સપ્ટેમ્બરના રોજ હારૂપ પાર્ક, મેકે ખાતે ત્રણ વનડે મેચ રમશે.  વનડે શ્રેણી બાદ ટીમ ૩૦ સપ્ટેમ્બરથી ૩ ઓકટોબર સુધી કવીન્સલેન્ડના કારારા ઓવલ ખાતે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે.  ૭, ૯ અને ૧૦ ઓકટોબરે ત્રણ ટી ૨૦ મેચ રમશે.

(3:23 pm IST)