Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

છેલ્લા રપ વર્ષોમાં એક ટેસ્ટ સીરીઝમાં સર્વાધિક રન બનાવનાર બેટસમેન બન્યા સ્મિથ

ઓસ્ટ્રેલીયન બેટસમેન સ્ટીવ સ્મિથએ સાત પારીઓમાં ૭૭૪ રન બનાવી પોતાનું એશેજ ર૦૧૯ અભિયાનને સમાપ્ત કર્યુ. આ સાથે જ તે છેલ્લા રપ વર્ષોમાં એક ટેસ્ટ સીરીઝમાં સૌથી વધારે રન બનાવનાર બેટસમેન બન્યા.

સ્મિથ પહેલા વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ ૧૯૯૪ માં ઇંગ્લેન્ડ સામે ૭૯૮ રન બનાવ્યા હતા. સિમથએ આ સીરીઝમાં ૩ સેન્ચુરી અને ૩ અર્ધશતક બનાવ્યા હતા.

(11:14 pm IST)
  • નાણામંત્રી હજુ ચોથો બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા : અર્થતંત્રને દોડતું કરવા નાણામંત્રી સીતારામન વધુ એક બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા છેઃ પ્રસ્તાવને મંજૂરીની જોવાતી રાહઃ આ રાહત લીકવીડીટી વધારવા તથા નિવેશમાં વેગ લાવવા માટે હશેઃ ઓટો સેકટરમાં સ્ક્રેપેજ સ્કીમ પણ લવાશે access_time 4:23 pm IST

  • ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતામાં મોટો વધારો :વાયુસેનાને ઇઝરાયલ પાસેથી મળ્યો સ્પાઇસ બોમ્બનો પહેલો જથ્થો: બાલાકોટમાં ઉડાવ્યા હતા આતંકી કેમ્પ: ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-2000 લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરાયા : માર્ક 84 વૉર હેડ અને બોમ્બની સાથે સ્પાઇસ 2000 બોમ્બની પહેલી ખેપ ગ્વાલિયર પહોંચી હતી. access_time 12:52 am IST

  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST