Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ભારતના બોક્સર કાવિન્દ સિંઘ બિસ્તે મેળવ્યું સ્થાન

નવી દિલ્હી:ભારતીય બોક્સર કાવિન્દ સિંઘ બિસ્તે ૫૭ કિગ્રા વજન વર્ગના મુકાબલામાં ચીનના ચેના ઝિહાઓને ભારે સંઘર્ષ બાદ ૩-૨થી હરાવીને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ સાથે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમા ભારતનો ત્રીજો બોક્સર પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો. અગાઉ ભારતના અમિત પંઘાલ અને મનોજ કુમારે વિજયી દેખાવ જારી રાખતાં આગેકૂચ કરી હતી.જોકે અખિલ કુમારને હાર સાથે ચેમ્પિયનશિપ છોડવી પડી હતી.  પાંચમો ક્રમાંક ધરાવતા કાવિન્દર સિંઘ બિસ્ત અને ઝિહાઓ વચ્ચેનો મુકાબલો અત્યંત સંઘર્ષમય રહ્યો હતો. એક તબક્કે કાવિન્દરને ઈજા થતાં તેના ચહેરા પર લોહી પણ ધસી આવેલું જોવા મળ્યું હતુ. જોકે તે સ્પર્ધામાં ટકી રહ્યો હતો અને આખરે વિજેતા બન્યો હતો. ૨૬ વર્ષીય એર ફોર્સના જવાનને ફાઈનલમાં પ્રવેશ માટેનો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. 

(4:29 pm IST)