Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

આઇબીએસએફ વર્લ્ડ બિલિયર્ડ્ઝ ચેમ્પિયનશીપ જીતીને પંકજ અડવાણીએ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી:ક્યુ સ્પોર્ટસ તરીકે ઓળખાતા બિલિયર્ડ્ઝ અને સ્નૂકરમાં ભારતના લેજન્ડરી સુપરસ્ટાર પંકજ અડવાણીએ તેનો દબદબો યથાવત્ રાખતાં ૨૨મું વર્લ્ડ ટાઈટલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. મ્યાનમારમાં રમાયેલી આઇબીએસએફ વર્લ્ડ બિલિયર્ડ્ઝ ચેમ્પિયનશીપના ૧૫૦ અપ ફોર્મેટમાં પંકજ અડવાણી વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન પંકજે ફાઈનલમાં ગત વર્ષના હરિફ એવા મ્યાનમારના નાય થ્વાય ઓઓને ૬-૨થી પરાસ્ત કર્યો હતો. વર્લ્ડ ટાઈટલ જાળવવાની સાથે સાથે ૩૪ વર્ષીય પંકજ અડવાણીએ સતત છઠ્ઠા વર્ષે ઓછામાં ોછી એક વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવાનો સિલસિલો જાળવી રાખ્યો હતો. વર્ષ ૨૦૧૪ બાદ પંકજ દર વર્ષે ઓછામાં ઓછુ એક વર્લ્ડ ટાઈટલ તો જીત્યો જ છે. બિલિયર્ડ્ઝમાં ૧૫૦-અપ ફોર્મેટ ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ જેવું છે. પંકજ આ ફોર્મેટમાં છેલ્લા છ વર્ષમાં પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. તેણે વધુ એક વર્લ્ડ ટાઈટલ જીત્યા બાદ કહ્યું કે, આ પ્રકારના અત્યત રોમાંચક મુકાબલામાં સતત ચોથા વર્ષે વિજેતા બનવું આસાન નહતું. તેમાંય છેલ્લા છ વર્ષમાં પાંચમી વખતની જીત મારા માટે વિશેષ મહત્વ ધરાવે છે. ગત વર્ષના ફાઈનલીસ્ટ વચ્ચે ખેલાયેલા મુકાબલામાં પંકજે ફરી એક વખત પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. તેણે ગત વર્ષની ફાઈનલના ૬-૨થી સ્કોરથી આ વખતે પણ જીત હાંસલ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્યુ સ્પોર્ટસમાં ખળભળાટ મચાવનારા પંકજ અડવાણીએ વર્ષ ૨૦૦૩થી સતત વર્લ્ડ ટાઈટલ્સ જીતવાનો સિલસિલો જારી રાખ્યો છે. કારકિર્દીનું ૨૨મું વર્લ્ડ ટાઈટલ જીત્યા બાદ પંકજ અડવાણીએ કહ્યું કે, હું જ્યારે જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશીપ રમવા માટે ઉતરુ છું, ત્યારે મારા જ શ્રેષ્ઠ દેખાવથી આગળ નીકળવાના લક્ષ્ય સાથે રમું છું. આ વિજય દર્શાવે છે કે, મારી જીતની ભૂખ અને સફળતાની આગ હજુ ઠંડી થઈ નથી. પંકજ હવે આઇબીએસએફ વર્લ્ડ સિક્સ-રેડ સ્નૂકર ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. તેની સાથે સાથે તે વર્લ્ડ ટીમ સ્નૂકર ચેમ્પિયનશીપમાં પણ ભાગ લેવાનો છે. 

(4:28 pm IST)
  • નીફટી ૧૧૦૦૦ ની અંદરઃ શેરબજારમાં વેંચવાલીનો માહોલઃ રૂપિયો ૭૧.૪૬ : શેરબજારમાં વેંચવાલીનો માહોલ નીફટી ૧૧૦૦૦ ની અંદરઃ સેન્સેકસ ર.૩૦ કલાકે ર૭૦ પોઇન્ટ ઘટીને ૩૭૧૧૪ અને નીફટી ૮૧ પોઇન્ટ તુટીને ૧૦૯૯૪: ડોલર સામે રૂપિયો ૭૧.૪૬ ઉપર ટ્રેડ કરે છે access_time 11:43 am IST

  • રાજકોટના કોંગી કોર્પોરેટરો સાથે મિટીંગ શરૂ : રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરો અમદાવાદ પહોંચ્યાઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂને ફરી સક્રિય કરવા કોંગી નેતાગીરી સમક્ષ જોરદાર માગણીઃ પ્રદેશ કોંગી પ્રમુખ શ્રીઅમિત ચાવડા સાથે બેઠક શરૂ access_time 4:38 pm IST

  • નવા ટ્રાફીક કાનુનનો અમલ શરૂ પરંતુ રાજકોટમાં બપોરે ૧૨ સુધીમાં કોઇપણ સ્થળે ફીઝીકલ ચેકીંગ ચાલુ નથી થયું: કેમેરા દ્વારા મેમા ફટકારાય તેવી શકયતાઃ જેથી માથાકુટો ન સર્જાય access_time 12:24 pm IST