Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

BCCIએ એશિયા કપ માટે છેલ્લી ઘડીએ મોકલ્યા પાંચ-પાંચ બોલરો

મુંબઈ :BCCIએ ભારતીય સીનિયર ટીમની નેટમાં મદદ કરવા માટે ભારતીય-એ ટીમના 5 બોલરોને યુએઈ મોકલ્યા છે. જેમાં 3 ફાસ્ટ બોલર અવેશ ખાન, એમ પ્રસિદ્ધ કૃષ્ણા અને સિદ્ધાથ કૌલ છે. જ્યારે બે સ્પિનર શાહબાજ નદીમ અને મયંક માર્કન્ડે સામેલ છે.

 આ બોલરો ભારતીય બેટ્સમેનોને નેટ પ્રેક્ટિસ કરાવશે. અવેશ સિવાયના બોલર્સ ઇન્ડિયા-એ અને ઇન્ડિયા-બી ટીમના સભ્ય હતા.

(1:26 pm IST)