Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ધોની પછી કોહલીનું પણ તિરંગાવાળું પ્રોફાઇલ પિકચર

નવી દિલ્‍હી : ધોનીએ ઇન્‍સ્‍ટાગ્રામ પરના પોતાનું પ્રોફાઇલ પિકચર બદલીને એમાં ભારતીય તિરંગાવાળી તસવીર અપલોડ કરી હતી. એમાં સંસ્‍કૃતમાં લખ્‍યું છે, હું ભારતીય હોવા બદલ ધન્‍યતા અનુભવું છું. ધોનીને ભારતીય સૈન્‍ય પર પણ ખૂબ માન છે અને પોતાને ગર્વભેર ભારતીય સૈનિક તરીકે ઓળખાવે છે. તે ટેરિટોરિયલ આર્મીમાં લેફટનન્‍ટ કર્નર તરીકેનો માનદ હોદ્દો ધરાવે છે. ધોની પછી વિરાટ કોહલીએ ઇન્‍સ્‍ટાગ્રામ, ટ્‍વિટર અને ફેસબુક  તેમ જ વોટ્‍સએપ પરના પોતાના પ્રોફાઇલ પિકચર બદલીને ભારતીય તિરંગા સાથેની પોસ્‍ટવાળા પિકચર અપલોડ કર્યા હતા.

 

(3:37 pm IST)