Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

યુવીનો કેસ અપવાદ છે, અમે કોઈ ભારતીય પ્લેયરને ફોરેન લીગમાં રમવા એનઓસી નહીં આપીએ : સીઓએ

બીસીસીઆઈને પણ આશ્ચર્ય, ખેલાડીઓને અન્યાય થશે

બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ યુવરાજ સિંહને કેનેડામાં ગ્લોબલ ટી૨૦ ટુર્નામેન્ટમાં રમવા માટે નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) આપવાનો નિર્ણય દ્યણા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો માટે નવી આશાની કિરણ લઈને આવ્યો હતો. એવા ભૂતપૂર્વ ક્રિકેટરો જે સિલેકટરોની સ્કીમમાં નહોતા તેઓ ફોરેન લીગમાં રમવા માટે જલદી રિટાયર થઈ જતા હતા. જોકે કમિટી ઓફ એડ્મિનિસ્ટ્રેશન (સીઓએ)એ ચોખવટ કરી હતી કે યુવરાજનો કેસ અપવાદ હતો, બીજા કોઈ ક્રિકેટરને એનઓસી નહીં મળે.

સીઓએના એક મેમ્બરે કન્ફર્મ કરતાં કહ્યું કે યુવરાજના કેસમાં જે થયું એ અપવાદ હતો, પણ બીજા કોઈ ક્રિકેટરને હાલના સમયમાં ફોરેન લીગમાં રમવા માટે એનઓસી નહીં મળે. અમે આ વિશે ચર્ચા કરી હતી અને એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે આ માટે કોઈ એકશન લેવાની જરૂર નથી. આ નિર્ણયથી બીસીસીઆઇના અધિકારીઓને આશ્ચર્ય થયું હતું. તેઓ પણ વિચારે છે કે એક પ્લેયરને એનઓસી આપ્યા બાદ અપ્રોચમાં ફેરફાર ન થવો જોઈએ. આ યુ-ટર્નને કારણે ઘણા એવા ક્રિકેટરોને અન્યાય થશે જેઓ હવે સિલેકટરોની સ્કીમમાં નથી.

(3:48 pm IST)