Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ખેલો ગુજરાત :એશિયન ગેમ્સમાં ભારતે મોકલ્યા 571 ખેલાડીઓ :ગુજરાતના માત્ર પાંચ !!

નવી દિલ્હી :ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબેંગ એશિયન ગેમ્સ માટે ભારત તરફથી કુલ 571 ખેલાડીઓને મોકલવામાં આવ્યા છે. તેમાં હરિયાણા, પંજાબ, યુપી, દિલ્હી અને મણીપુરમાંથી 276 ખેલાડીઓ સામેલ છે. જ્યારે 571માંથી ગુજરાતના માત્ર 5 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તો બિહારમાંથી માત્ર 1 એથલેટે ભાગ લીધો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતે એશિયન ગેમ્સમાં 541 ઍથ્લીટઓ મોકલ્યા હતા.

(2:25 pm IST)