Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડની ધૈર્યપૂર્ણ શરૂઆત

માન્ચેસ્ટરમાં વિન્ડીઝ સામે બીજી ટેસ્ટ મેચ : વરસાદને લીધે મોડી શરુ થયેલી મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ્સમાં ત્રણ વિકેટના ભોગે ૧૦૦ રન બનાવી લીધા

માન્ચેસ્ટર, તા. ૧૬ : સાઉથ્મ્પટનમાં પ્રથછમ ટેસ્ટ ગુમાવ્યા બાદ યજમાન ઈંગ્લેન્ડે પ્રવાસી વેસ્ટઈન્ડિઝ સામેની ત્રણ ટેસ્ટની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદને લીધે મોડી શરુ થયેલી મેચમાં ધેર્યપૂર્ણ શરુઆત કરી હતી. લખાય છે ત્યાં સુધીમાં યજમાન ટીમે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટે૧૦૦ રન બનાવી લીધા હતા.

કોરોના મહામારીને લીધે સમગ્ર વિશ્વમાં રમતોના કાર્યક્રમ ખોરવાઈ ગયા છે અને મોટા ભાગની ગતિવિધિઓ સ્થગિત છે એવામાં ૧૧૬ દિવસ બાદ ઈન્ટરપ્નેશનલ ક્રિતેટનો પ્રારંભ ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની મેચથી થયો હતો જેમાં પ્રથમ ટેસ્ટ યજમાન ટીમે ચાર વિકેટે ગુમાવી હતી.

ગુરુવારે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદને લીધે મેચ મોડી શરુ થઈ હતી અને વિન્ડીઝની ટીમે ટોસ જીતીને યજમાન ટીમને પ્રથમ બેટિંગમાં ઊતારી હતી. આર. બર્ન્સ અને સિબલેએ પ્રથમ મેચના પરાજયને ધ્યાનમાં રાખતા સાવચેતી સાથે બેટિંગ કરી હતી પણ બર્ન્સ૩૫ બોલમાં ૧૫ રન બનાવીને ચેસના બોલે એલબીડબ્યુ થઈ ગયો હતો. સમયે ટીમનો સ્કોર માત્ર ૨૯ રન હતો યજમાન ટીમને મોટો આંચકો તો ત્યારે લાગ્યો કે જ્યારે  ક્રાવલેને ચેસે ખાતુ ખોલાવે પહેલાં હોલ્ડરના હાથમાં ઝિલાવી દીધો હતો. જોય રૂટે સિબલે સાથે મળીને ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પણ ટીમનો જુમલો ૮૧ રને પહોંચ્યો ત્યારે રુટ ૪૯ બોલમાં ૨૩ રન બનાવીને જોસેફના બોલે હોલ્ડરના હાથમાં ઝિલાઈ ગયો હતો. સિબલેએ એક છેડો જાળવી રાખ્યો હતો. તેણે સ્ટ્રોક્સ સાથે મળીને ટીમના જુમલાને ૧૦૦ રનની પાર પહોંચાડ્યો હતો. અગાઉ સિબલેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાંરૂટ સાથે મળીને ૫૨ રન નોંધાવ્યા હતા.

(9:57 pm IST)