Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

સ્મિથ-વોર્નરની વાપસી ભારતીય ઝડપી બોલરો માટે ચિંતાનો વિષય નથી: ગૌતમ ગંભીર

નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરએ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને આગામી આઈસીસી ચેરમેન માટે સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે ભારત માટે ક્રિકેટના સર્વોચ્ચ મંડળમાં ટોચનાં મેનેજમેન્ટમાં પ્રતિનિધિત્વ મેળવવું સારું રહેશે.શશાંક મનોહરે 1 જુલાઈએ આઈસીસીના અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું હતું. તેમણે પદ બે વર્ષ સુધી બે વાર સંભાળ્યું હતું.ગંભીરએ આઈએએનએસને કહ્યું, "મને ખબર નથી કે સૌરવ ગાંગુલી શું વિચારે છે, પરંતુ હા, આઈસીસીના ટોચનાં મેનેજમેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવે તો તે દેશ માટે સારી વાત હશે."તેમણે કહ્યું, 'ભારતને આઈસીસીમાં લોકશાહી પ્રતિનિધિત્વની જરૂર છે.ગંભીરએ કહ્યું છે કે ભારતીય ટીમ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો બચાવ કરી શકશે.

(5:08 pm IST)