Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ધોનીના રિટાયરમેન્ટ વિશે ચર્ચા કરવાની શું જરૂર છે : જાવેદ અખ્તર

માહીની ગેમ અન્ડરસ્ટેન્ડીંગ છે અને તે ટીમ માટે ફાયદાકારક છે

ક્રિકેટમાંથી મહેન્દ્ર સિંહ ધોની રિટાયર થવાનો છે એ વિશે ચર્ચા કરવાની જરૂર નથી એવુ જાવેદ અખ્તરે જણાવ્યું હતું. ન્યુ ઝીલેન્ડ સામે વર્લ્ડ કપમાં થયેલી હાર બાદ કેપ્ટન કૂલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો છે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે. લતા મંગેશકરે પણ ધોનીને તાજેતરમાં જ સલાહ આપી હતી કે તે રિટાયર્ડ ન થાય.ધોનીની પ્રશંસા કરતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે મિડલ ઓર્ડર બેટ્સમેન અથવા તો વિકેટકિપર એમ. એસ. ધોની પૂરી રીતે ડિપેન્ડેબલ અને ભરોસાને પાત્ર છે.ધોનીની ગેમની જે અંડરસ્ટેન્ડિંગ છે એ ટીમ માટે ફાયદાકારક છે એનો વિરાટ કોહલી દ્વારા સ્વિકાર કરવો ખૂબ મોટી વાત છે. તેને હજી ઘણી બધી ક્રિકેટ મેચ રમવાની છે. તેનાં રિટાયરમેન્ટ પર ચર્ચા કરવાની પણ શી જરૂર છે.

(3:31 pm IST)