Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

શાસ્ત્રીએ પણ ફરી ભરવું પડશે ફોર્મ

સપોર્ટ સ્ટાફ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ મગાવશે નવી અરજીઓ

નવી દિલ્હી : આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સંપન્ન થયા બાદ હવે ભારતીય ક્રિકેટ બોર્ડ ફરીથી મેદાનમાં આવી ગયું છે. સમાચાર પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડ નજીકના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ માટેના સપોર્ટ સ્ટાફ સહિત હેડ કોચની પદવી માટે અરજીઓ મગાવશે. આથી રવિ શાસ્ત્રી અને અન્યોએ પદ પર રહેવા માટે પુનૅં આવેદન કરવું પડશે. સપોર્ટ સ્ટાફમાં હેડ કોચ ઉપરાંત બોલિંગ કોચ, બેટિંગ કોચ અને ફીલ્ડિંગ કોચનો પણ સમાવેશ થાય છે. વર્લ્ડ કપ હોવાથી ટીમ ઇન્ડિયાના આ તમામ કોચને ૪૫ દિવસનું એકસટેન્શન આપવામાં આવ્યું હતું, જે ત્રણ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી ચાલનારી વેસ્ટ ઇન્ડીઝ ટૂર સુધી લાગુ રહેશે.

(3:18 pm IST)