Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

૭ વર્ષના લાંબાગાળા બાદ ભારતની મહિલા ટીમનો આજે ઈંગ્લેન્ડ સામે મુકાબલો

બ્રિસ્ટલઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ  સાત વર્ષ બાદ ફરી ટેસ્ટ ક્રિકેટ મેચ રમવા માટે ઉતરશે. બ્રિસ્ટલમાં રમાનારી એકમાત્ર ટેસ્ટમાં ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે. મિતાલી રાજની આગેવાની હેઠળની મહિલા ક્રિકેટ ટીમ કોરોનાના કારણે ભારત અને ઈંગ્લેન્ડમાં કવોરન્ટાઈનના વિઘ્નોને પાર કરીને મેદાન પર ઉતરવા માટે તૈયાર છે. ભારતીય સમય પ્રમાણે ૩:૩૦ વાગ્યાથી ટેસ્ટનો પ્રારંભ થશે.

છેલ્લે ભારતીય મહિલા ટીમ નવેમ્બર, ૨૦૧૪માં ટેસ્ટ મેચ રમી હતી. ઘરઆંગણે મૈસુરમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે પ્રવાસી સાઉથ આફ્રિકાની મહિલા ટીમને એક ઈનિંગ્સથી પરાજય આપ્યો હતો. તે મેચમાં રમનારી મિતાલી સહિતની સાત ખેલાડીઓ મેચ માટેની ટીમમાં સામેલ છે. વાઈસ કેપ્ટન હરમનપ્રીત તેમજ સ્મૃતિ મંધાના અને ઝુલન ગોસ્વામી જેવી ખેલાડીઓને યુવા ખેલાડીઓની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ કેપ્ટન હેથર નાઈટની આગેવાનીમાં ઉતરશે. સોફિ એકસલેટન, એમી જોન્સ, બેઉમોન્ટ તેમજ સ્ચીવર જેવી ખેલાડીઓ પણ ભારત સામેની ટેસ્ટમાં ઉતરવાની છે.

(3:26 pm IST)