Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

વિન્ડીઝની સામે મોટા પડકાર ઉભા કરવા બાંગ્લાદેશ ઉત્સુક

આજે ટાઉન્ટનમાં બંને દેશો વચ્ચે જોરદાર જંગ થશે : વરસાદગ્રસ્ત મેચમાં સાવધાની રાખવા માટે પણ સુસજ્જ ક્રિસ ગેઇલ અને હોલ્ડર સહિતના સ્ટાર ખેલાડી પર નજર

ટાઉન્ટન,તા. ૧૬ : આઇસીસી વર્લ્ડ કપમાં વરસાદના વિધ્ન વચ્ચે મેચોનો દોર જારી રહ્યો છે. આવતીકાલે સોમવારના દિવસે વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. બાંગ્લાદેશ મોટા અપસેટ સર્જવા માટે જાણીતી ટીમ રહી છે. આ વર્લ્ડ કપમાં પણ તે આફ્રિકા જેવી ટીમને હાર આપીને તમામ ટીમોને ચેતવણી આપી ચુકી છે. આ ઉપરાંત તેની અન્ય ટીમો સામેની મેચો પણ લડાયક રહી છે. જેથી તેના ખેલાડીઓ વિન્ડીઝ સામે પણ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. વિન્ડીઝની ટીમ મેચમાં હોટફેવરીટ તરીકે ઉતરનાર છે. કારણ કે ટીમમાં ક્રિસ ગેઇલ, હોપ, હોલ્ડર જેવા ખેલાડી છે. મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.તે પહેલા ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝના સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. હોલ્ડરના નેતૃત્વમાં વિન્ડીઝે પણ આ વખતે વર્લ્ડ કપમાં તમામ ટીમો સામે જોરદાર દેખાવ કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ વિન્ડીઝના ખેલાડીઓએ જોરદાર દેખાવ કર્યો હતો. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં તો વિન્ડીઝે જીત મેળવીને તમામને રોમાંચિત કરી દીધા હતા. યુનિવર્સલ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેઇલ પર નજર રહેશે. બંને ટીમો નીચે મુજબ છે.

વિન્ડીઝ : હોલ્ડર ( કેપ્ટન), ફેબિયન એલન, કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, કોટરેલ, ગેબ્રિયલ, ક્રિસ ગેલિ, હેટમાયર, શાઇ હોપ, લેવિસ,  નર્સ, નિકોલસ પુરન, કેમર રોચ, આન્દ્રે રસેલ, થોમસ.

બાંગ્લાદેશ : મોર્તજા (કેપ્ટન), અબુ જાયેદ, લિટોનદાસ, મહેમુદુલ્લા, મહેદી હસન, મોહમ્મદ મિથુન, સેફુદીન, મોસાડેક હુસેન, રહીમ, રહેમાન, રૂબેલ હુસૈન, શબ્બીર રહેમાન, શાકીબ અલ હસન, સોમ્યા સરકાર, તામીમ

પોઈન્ટ ટેબલમાં કોણ ક્યાં

પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમ પર

ટાઉન્ટન, તા,૧૬ : આઈસીસી વર્લ્ડ કપમાં રોમાંચક મેચોનો દોર વરસાદના માહોલ વચ્ચે જારી છે. ઈગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. તે પહેલા ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું.  હજુ સુધી રમાયેલી મેચોમાં કઈ ટીમ કયા સ્થાન ઉપર છે તે નીચે મુજબ છે.

ટીમ          મેચ         જીત          હાર           રનરેટ          પોઈન્ટ

ઓસ્ટ્રેલિયા    ૫           ૪            ૧             ૦.૮૧૨         ૮

ન્યુઝીલેન્ડ    ૪           ૩            ૦             ૨.૧૬૩         ૭

ઈગ્લેન્ડ       ૪           ૩            ૧             ૧.૫૫૭         ૬

ભારત        ૩           ૨            ૦             ૦.૫૩૯         ૫

શ્રીલંકા       ૫           ૧            ૨             -૧.૭૭૪        ૪

વિન્ડિઝ       ૪           ૧            ૨             ૦.૬૬૬         ૩

બાંગ્લાદેશ    ૪           ૧            ૨             -૦.૭૧૪        ૩

પાકિસ્તાન    ૪           ૧            ૨             -૧.૭૯૬        ૩

આફ્રિકા       ૪           ૦            ૩             -૦.૯૫૨        ૧

અફઘાન      ૩           ૦            ૩             -૧.૪૯૩        ૦

(7:46 pm IST)