Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ટીમ ઇન્ડિયા સાથે ઋષભ પંતે પણ કર્યો અભ્યાસ

નવી દિલ્લીઃ તા.૧૬ ને રવિવારે માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેચ પહેલા અભ્યાસ દરમિયાન ઋષભ પંત પણ ટીમ સાથે જોડાયો હતો. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં યોજાયેલા સેશનમાં ઋષભ પંત પ્રેકટીસ  કરી હતી.  પંતને વિશ્વકપની ટીમમાં સ્ટેન્ડ બાય ખેલાડી રાખવામા આવ્યો છે. ઇજાગ્રસ્ત શિખર ધવનની જગ્યાએ વિકલ્પ રૂપે ઇંગ્લેન્ડ મોકલવામા  આવ્યો હતો જો કે પંત મુખ્ય ટીમ સાથે નથી અને પાકિસ્તાન સામેના મેચમાં પસંદગી માટે પણ ઉપલબ્ધ નહી રહે. અંગૂઠામાં ઇજાના કારણે ધવનને આરામ આપવામા આવ્યો છે. તેની જગ્યાએ પાકિસ્તાન સામેના મેચમા રોહિત શર્મા સાથે કેએલ રાહુલ ઓપનીંગ કરી શકે.

(1:03 pm IST)