Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

આયર્લેન્ડ સામેની ટી ટવેન્ટી સીરીજ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી માટે ફીટનેશ ટેસ્ટમાં વિરાટ કોહલી પાસ : ધુવાધાર બેટીંગ કરનાર બેટસમેન અંબાતી રાયડુ નાપાસ

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમ આયર્લેન્ડ સામે ટી ટવેન્ટી સીરીઝ રમશે આ માટે યોજાયેલ ફિટનેસ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસ થઇ ગયો હતો. જયારે અંબાતી રાયડુ નાપાસ થયો હતો.

બીસીસીઆઇના એક સીનિયર ઓફિસરે જણાવ્યું કે કેપ્ટન વિરાટ કોહલી સહિત મોટાભાગના ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે, જો કે આ ટેસ્ટમાં IPLમાં ધૂંઆધાર બેટિંગ કરનાર અંબાતી રાઇડુ નાપાસ થયો હતો. અંબાતી રાયડુનો સ્કોર 16.1થી પણ ઓછો હતો, આટલો સ્કોર ભારતની એ ટીમ બરાબર છે, આથી ભારતની આગામી સીરીઝ માટે રાયડુને ટીમમાં સમાવવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે રાયડુએ દોઢ વર્ષ બાદ ભારતીય વન ડે ટીમમાં વાપસી કરી હતી, આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સને ટ્રોફી અપાવવામાં રાયડુએ મહત્વની ભુમિકા ભજવી હતી. આઇપીએલ 2018માં રાયડુએ 16 મેચમાં એક સદી અને ત્રણ અર્ધસદી ફટકારી કુલ 602 રન ફટકાર્યા હતા, એટલું જ નહીં ટીમમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રાયડુ હતો.

બ્રિટેન પ્રવાસે જનારી ટીમને ફિટનેસ ટેસ્ટ માટે એનસીએ બોલાવવામાં આવી હતી, જેમાં પ્રથમ બેંચમાં કોહલી, એમ એસ ધોની અને ભુવનેશ્વર કુમારનો યો-યો ટેસ્ટ થયો, આ તમામ સહિત કેદાર જાધવ અને સુરેશ રૈનાએ સરળતાથી ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો હતો.

બીજી બેંચમાં જસપ્રીત બુમરાહ, સિદ્ધાર્થ કોલ, વોશિંગ્ટન સુંદર, યજુવેન્દ્ર ચહલ અને મનીષ પાંડે ટેસ્ટ કરવામાં આવ્યો હતો, આ તમામ ખેલાડીઓનું પરિણામ બહાર આવ્યું નથી, ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ 27 અને 29 જુને આયર્લેન્ડ સામે ટી20 મેચ રમશે.

(7:39 pm IST)