Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

બાળકો ઘરમાં જ રમે, જેથી આવનારા દિવસોમાં ફિલ્‍ડ પર સારૂ પ્રદર્શન કરશેઃ વિરાટ

 નવી દિલ્‍હી : કોરોના વાઇરસને લીધે દેશવાસીઓના જીવનમાં અણધાર્યા પરિવર્તન આવ્‍યાં છે જેમાંથી બાળકો પણ બાકાત નથી. વિરાટ કોહલીએ તાજેતરમાં બાળકોને દ્યરે રમતાં રહેવાની અપીલ કરી છે.

 બ્રેન્‍ડ- એમ્‍બેસેડર અને ક્રિકેટ ટીમના કેપ્‍ટન વિરાટ કોહલીએ હેશટેગ પ્‍લે એટ હોમ કેમ્‍પેન દ્વારા બાળકોને દ્યરે સુરક્ષિત વાતાવરણમાં રહીને રમવાની સલાહ આપી છે. હિન્‍દુસ્‍તાન યુનિલીવર લિમિટેડના ગ્‍લોબલ વાઇસ પ્રેસિડેન્‍ટ ન્‍યુટટ્રિશન વિક્રમ બહલે કહ્યું કે ‘કોવિડ-૧૯એ બાળકોની અને અન્‍ય લોકોની જીવનશૈલી બદલી નાખી છે. અમે પ્‍લે એટ હોમ કેમ્‍પેન દ્વારા બાળકોને દ્યરમાં સુરક્ષિત વાતાવરણમાં રમવા મળે એની પહેલ શરૂ કરી છે. અમને આશા છે કે આ ગેમથી તેઓ આવનારા દિવસમાં ફીલ્‍ડ પર સારું પ્રદર્શન કરી શકશે.

(2:16 pm IST)